2 બુકી ઝડપાયા, 4ની સંડોવણી ખૂલી, મનપાના AAP ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યુ

રાજકોટમાં હાલ આઈ.પી.એલ. (IPL) ની સિઝન બરાબરની જામી છે, ત્યારે ક્રિકેટના આ રોમાંચની આડમાં રાતોરાત લખપતિ બનવા સટ્ટાખોરો પણ મેદાનમાં ઉતર્યા છે. જોકે આ સટ્ટાખોરીને નેસ્તનાબૂદ કરવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક આલિશાન ઓફિસમાં આઈ.પી.એલ.ની મેચ પર ઓનલાઈન-ઓફલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે મેગા ઓપરેશન પાર પાડી બે શખ્સને રંગે હાથ ઝડપી લીધા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત રાજકીય કનેક્શનની સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાના પુત્રની સંડોવણી ખૂલતાં રાજકીય મોરચે પણ ગરમાવો આવીગયો છે.

ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલ R.K. પ્રાઈમ બિલ્ડિંગના બીજા માળે આવેલી એક ઓફિસમાં સટ્ટાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે પીએસઆઈ એસ.વી. ચુડાસમાની ટીમે આયોજનબદ્ધ રીતે રેડ કરતા જયદીપ અને દર્પણ નામના બે શખ્સ આઈ.પી.એલ. મેચ પર સોદા લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. સટ્ટામાં જેમના નામ ખૂલ્યા છે તે આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *