2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું

આગામી તા.2ને ગાંધી જયંતીના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

સંબંધકર્તા સર્વેને આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા તાકીદ કરાઇ છે અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ 329 અને 336 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *