ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં, ભારતીય ટીમે 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. યશસ્વી જયસ્વાલ 0, કરુણ નાયર 14 રન, કેપ્ટન શુભમન ગિલ 6 રન બનાવીને અને નાઇટ વોચમેન તરીકે આવેલા આકાશ દીપ 1 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 58/3 રહ્યો. કેએલ રાહુલ અણનમ છે. છેલ્લા દિવસે ભારતીય ટીમે વધુ 135 રન બનાવવાના છે. ટીમ પાસે 6 વિકેટ બાકી છે.
રવિવારે, મેચના ચોથા દિવસે, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 2 રનથી રમવાનું શરૂ કર્યું અને 192 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા. કેપ્ટન બેન સ્ટોક્સે 33, હેરી બ્રુક 23 અને ઝેક ક્રોલીએ 22 રન બનાવ્યા.
ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. નીતિશ કુમાર રેડ્ડી અને આકાશ દીપને એક-એક વિકેટ મળી. પ્રથમ દાવમાં, ભારત અને ઇંગ્લેન્ડની ટીમ 387-387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોઈને પણ લીડ મળી નહીં.