રાજુભાઈ ઢોસાવાળાને ત્યાથી 19 કિલો, ઈડલીવાળામાંથી 7 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઢેબર રોડ ઉપર આવેલા જ્યુબેલી પાસેથી રાજુભાઈ ઢોસાવાળાને ત્યાંથી 19 કિલો અખાદ્ય જથ્થો ઝડપી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ત્યાંથી તેમજ રાજુભાઈ ઈડલીવાળાને ત્યાંથી સાંભારના તો નાનામવા રોડ ઉપર બિનાકા ડાઇનિંગ હોલમાંથી સબ્જીના નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે 39 અને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 28 ધંધાર્થીઓ પાસે ફૂડ લાઇસન્સ ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ ઉપર આવેલી જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર, શોપ નં.L-2 મુકામે આવેલ રાજુભાઇ ઢોસાવાળાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર પર આવેલ રાજુભાઇ ઇડલીવાળાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડા તથા બાંધેલો લોટનો 7 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *