બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બંદરબન જિલ્લાના ચટગાંવ પહાડી વિસ્તારમાં બની હતી. પીડિતોનો દાવો છે કે જ્યારે તેઓ નાતાલના પ્રસંગે પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવીને તેમના ઘરોને આગ ચાંપવામાં આવી હતી.
ખ્રિસ્તી સમુદાયના લોકોએ જણાવ્યું કે આ ઘટનામાં તેમને 15 લાખ ટાકા (બાંગ્લાદેશી ચલણ)થી વધુનું નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે બુધવારે બપોર સુધી આગ લગાડવાના સંબંધમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી, પરંતુ જો ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.