રાજકોટ શહેરમા રહેતી 17 વર્ષ અને 6 માસની સગીરાને આરોપી સાગર મનસુખભાઈ મકવાણા (ઉ.વ.23)એ નવરાત્રી દરમિયાન સગીરા સાથે મિત્રતા કેળવી બાદમાં વોટસએપ તેમજ અન્ય સોશિયલ મીડિયામાં અવારનવાર વાતચીત કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ સગીરાને ભગાડી જઈ તેની સાથે અવારનવાર શરીર સબંધ બાંધી ગુનો આચર્યો હતો.
આ બનાવ અંગે ફરિયાદ આધારે યુનિવર્સિટી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટમાં કેસ ચાલી જતા આજ રોજ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
ભોગ બનનાર બાળકીને 7 લાખ ચુકવવાનો આદેશ આપ્યો રાજકોટની સ્પેશ્યિલ પોકસો કોર્ટ દ્વારા આરોપી સાગર મનસુખભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ 5 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા 5000નો દંડ ફટકાર્યો. આ ઉપરાંત સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં આઈ.પી.સી. કલમ 363 મજબ 5 વર્ષની સખત કેદની સજા તથા 1000નો દંડ ફટકાર્યો
આઈ.પી.સી.ની કલમ 366 મુજબ 7 વર્ષથી સખ્ત કેદની સજા ફરમાવેલ છે. તેમજ ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગ બનનાર બાળકીને 7 લાખ ચુકવવાનો આદેશ આપ્યો છે.
11 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી વિરુધ્ધ પુરતા પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતુ. આ કેસમાં ફરિયાદ પક્ષે કુલ 11 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા, જે બાદ સરકારી વકિલ પ્રશાંત પટેલએ આ કેસના સાહેદો તથા પંચોને તપાસી પુરાવાઓની કડીઓ મેળવી કેસમા પોતાની દલીલ રજુ કરી ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો છે.