મહાકુંભમાં 16,100ના મોતિયાના ઓપરેશન કરાયા, 1.62 લાખને ચશ્માનું નિ:શુલ્ક વિતરણ

રાજકોટના રણછોડદાસજીબાપુ આશ્રમ સદ્ગુરુ સદન ટ્રસ્ટ અને રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિશ્વના સૌથી મોટા આધ્યત્મિક કુંભમેળા પ્રયાગરાજમાં સેવાના ત્રિવિધ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાખો સંતો-મહંતો, શ્રદ્ધાળુ અને દર્દીએ આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો. આ સેવાયજ્ઞમાં મહાકુંભમાં આવતા રોજના 8થી 10 હજાર શ્રદ્ધાળુઓ મળી બે મહિનામાં કુલ 3 લાખથી વધુએ અન્નદાન સેવાનો લાભ લીધો હતો. જ્યારે 1,62,800 લોકોને રૂ.800થી લઇ 25,000 સુધીના બાયોફોકોલ નંબરવાળા ચશ્માનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નેત્રયજ્ઞ મહાશિબિરમાં અત્યાર સુધીમાં 16,100 દર્દીના આંખનો મોતિયો ઉતારવામાં આવ્યો હતો. તેમજ આ નેત્રયજ્ઞ મહાશિબિરની સેવા હજુ 31 માર્ચ સુધી ચાલશે અને વધુ 35 હજાર મોતિયાના ઓપરેશન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રૂબરૂ પધારી નિ:શુલ્ક સેવા નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *