16 આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા

રાજકોટ બી ડિવિઝન પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ 3 જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 16 આરોપીઓને કુલ 70,260 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રીનલેન્ડ ચોક પાસે પૂનમ હોલ પાછળથી મુકેશ વનાણી, દિનેશ ઉર્ફે દીનો મેઘાણી, રાજેશ ઉર્ફે ખોડા સરવૈયા, અલ્પેશ સરવૈયા, અને શિવા રાઠોડને 35680 રોકડ સાથે તેમજ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપની બાજુમાંથી સંજય શીંગાળા, સુરેશ રામાણી, બાબુ વસોયા, મહેશ વસોયા, હિતેશ રૈયાણી, ઉમેશ બાલધા અને હાર્દિક વસોયાને 17700 રોકડ સાથે અને કાના સરસીયા, નારણ સરસીયા, ગૌરવ મકવાણા અને લાલો ખીટને 16880 રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *