રાજકોટમાં દૂધ સપ્લાય કરતા ટેન્કરોમાંથી 15 નમૂના લીધા

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના દૂધ સાગર રોડ પર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેન્કરોની ચકાસણી કરી અલગ -અલગ ટેન્કરોમાંથી દૂધ (લુઝ)ના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તો શહેરના રૈયા ચોકડીથી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.. તેમજ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ સિવાય પાણીપૂરીનું પાણી, બટર, બટાટાવડા, લાલ મરચા અને આઈસ્ક્રિમ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.

જેમાં ફૂડ લાઇસન્સ વિના ખાણીપીણીનો વેપાર કરતા ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં રવિ પાર્સલ પોઈન્ટ, ગંગોત્રી ડેરી ફાર્મ, બાલાજી ફાસ્ટફૂડ, બંસી પૂરીશાક, સાંઇ ચાઇનીઝ પંજાબી, જય ગોપાલ ઘૂઘરા, શિવમ મદ્રાસ કાફે, રવિરાંદલ દાળપકવાન, રેવડી મદ્રાસ કાફે, આત્મીય તેલ, ખોડિયાર રેસ્ટોરન્ટ, બાલાજી નાસ્તાગૃહનો સમાવેશ થાય છે. ખાણીપીણીના આ ધંધાર્થીઓ દ્વારા ફૂડ લાઇસન્સ વિના વેપાર કરવામાં આવતો હતો કે, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ ધંધાર્થીઓ પાસે લાઇસન્સ ન હોવાથી લાઇસન્સ મેળવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *