રાજકોટ કોર્પોરેશનની વેરા વસુલાત શાખાએ આજે રીકવરી ઝુંબેશમાં 15 મિલ્કતોને સીલ માર્યા હતા અને 8 મિલ્કતને જપ્તી નોટીસ સાથે ત્રણ નળ કનેકશન કાપતા રૂ. 41.70 લાખની રીકવરી થઇ હતી. જેમાં વોર્ડ નં.4 મોરબી રોડની શાનદાર રેસીડેન્સીમાં 57 હજારના બાકી વેરા માટે દુકાનને સીલ મારવામાં આવ્યા હતા.
વોર્ડ નં.5 રણછોડનગરમાં ગુરૂકૃપા નજીક અને સંત કબીર રોડ પર ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટીમાં બે નળ જોડાણ કાપતા ચેક જમા થયા હતા. કુવાડવા રોડ પર રાજા રણછોડ અને પેડક રોડ, ટાગોર વિદ્યાલય સામે સીલની કાર્યવાહી વચ્ચે ચેક આવ્યો હતો. ઉપરાંત ધર્મેન્દ્ર રોડ પર કડીયા નવલાઇનમાં યોગી સ્મૃતિ બિલ્ડીંગમાં ત્રીજા માળે બે ઓફિસ સીલ કરી દેવાઇ હતી. પંચનાથ પ્લોટ-15માં રજકણ બિલ્ડીંગમાં પ્રથમ માળે ઓફિસ અને સદર ભીલવાસમાં સ્પેકટ્રમ બિલ્ડીંગમાં એક ઓફિસને સીલ મારી દેવાયા હતા. તો વોર્ડ નં.14માં ગુંદાવાડીના ગોલ્ડ સેવન અને ઢેબર રોડના રોયલ કોમ્પ્લેક્ષમાં સીલ મારી દેવામાં આવ્યા હતા. વોર્ડ નં.15 આજી વિસ્તારમાં એક નળ કનેકશન કપાયું હતું. જ્યારે વોર્ડ નં.16 હુડકો, વોર્ડ નં.18 કોઠારીયા રોડ પર સીલીંગ કાર્યવાહી કરાતા ચેક જમા થયા હતા.