15 માર્ચે UAN એક્ટિવેશન માટેની અંતિમ તારીખ

31 માર્ચના રોજ નાણાકીય વર્ષ 2024-25ના ખતમ થવાની સાથે થોડી ડેડલાઇન્સ પણ ખતમ થઈ રહી છે. EPFO પાલનથી લઈને ટેક્સ-સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવા સુધીની દરેક બાબત માટે હવે થોડા જ દિવસો બાકી છે.

તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ બેંકમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સક્રિયકરણ અને આધાર સીડિંગ માટેની તારીખ 15 માર્ચ, 2025 સુધી લંબાવી હતી. EPFO એ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે તેને શક્ય તેટલી વહેલી તકે સક્રિય કરવા જણાવ્યું હતું.

જે કરદાતાઓ તેમના છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન અપડેટ કરવા માંગતા હોય તેઓ 31 માર્ચ પહેલા અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે. ‘અપડેટેડ રિટર્ન’ ફાઇલ કરવા માટે તમારે ITR-U નામનું ફોર્મ ભરવું પડશે.

આ ફોર્મમાં, તમારે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનું કારણ સમજાવવું પડશે, જેમ કે સમયમર્યાદા ચૂકી જવું, આવકની ખોટી પસંદગી કરવી, અથવા મૂળ રિટર્નમાં ખોટી વિગતો ભરવી વગેરે. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની જોગવાઈ ફાઇનાન્સ એક્ટ 2022 માં રજૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *