રાજકોટ મનપા દ્વારા શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર આવતા 32 જેટલા સર્કલોને વિવિધ થીમ સાથે ડેવલપ કરવા માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં શહેરના ત્રણે ઝોનમાં (1)ડીલક્સ ચોક, કુવાડવા રોડ-1 આઈલેન્ડ, (2) મોરબી રોડ જકાતનાકા, મોરબી રોડ-1 આઈલેન્ડ, (3) પારેવડી ચોક, કુવાડવા રોડ-1 આઈલેન્ડ, (4) ચૌધરી હાઈસ્કુલ ચોક, કસ્તુરબા રોડ-2 આઈલેન્ડ, (5) ગોંડલ ચોકડી, ગોંડલ રોડ-1 આઈલેન્ડ, (6) સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે, નાના મવા રોડ-1 આઈલેન્ડ, (7) કોલસાવાડી સર્કલ, ગેબનશાહ પીર રોડ-3 આઈલેન્ડ, (8) માલવીયા ચોક, યાગ્નિક રોડ-4 આઈલેન્ડ, (9) ભક્તિનગર સ્ટેશન ચોક, ટાગોર રોડ-4 આઈલેન્ડ, (10) ધર્મજીવન ચોક, ઢેબર રોડ-1 આઈલેન્ડ, (11) મુંજકા ચોકડી, નવો 150 ફૂટ રિંગ રોડ-2 આઈલેન્ડ, (12) બાપા સીતારામ ચોક, મવડી રોડ-4 આઈલેન્ડ, (13) ગોલ નેસ્ટ એપાર્ટમેન્ટ પાસે, મવડી પોલીસ હેડ ક્વાટર્સ રોડ-1 આઈલેન્ડ, (14) ઇન્દ્રપ્રસ્થનગર મેઈન રોડ, રેલ્વે ટ્રેકની બંને તરફ, 1-1 એમ કુલ-2 આઈલેન્ડ રીટેન્ડર, (15) આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ-5 આઈલેન્ડ પ્રથમ પ્રયત્ન એમ કુલ 32 આઈલેન્ડ જનભાગીદારી પીપીપીના ધોરણે ડેવલપ કરવા, પાંચ વર્ષ માટેના મેન્ટેનન્સ સહિતના રાઈટસ મેળવવા માંગતી પાર્ટીઓ પાસે તા. 16 ઓગસ્ટ સુધીમાં ઓફર મંગાવવામાં આવી છે.