જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં રક્તદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન તથા અંગદાન અંગે સેવાકાર્યો કરી રહી છે.
આ તકે રાજકોટમાં રવિવારે અંગદાન, ચક્ષુદાન, દેહદાન ઋણ સ્વીકારવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચક્ષુદાતાનો પરિવાર, દેહદાન કરનારનો પરિવાર, સ્કિન ડોનેશન કરનારનો પરિવાર એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 140થી વધુ પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સંસ્થા દ્વારા 140 ચક્ષુદાતા પરિવારનું સન્માન કરી શિલ્ડ અર્પણ કર્યા હતા તથા જેમના જીવનમાં ઉજાસ પથરાયો તેવા 8 લોકોએ ચક્ષુદાતાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો અને પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ વાત તો એ હતી કે, જે લોકોને ઉંમર, બીમારી કે કોઇ પણ અકસ્માતના લીધે રોશની જતી રહી હોય કે ઓછું દેખાતું હોય તેવા 8 લોકોને નવી રોશની મળી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના 820 ચક્ષુદાનમાં 465મું ચક્ષુદાન એવું હતું કે તે દીકરીની ઉંમર માત્ર સાડા ત્રણ વર્ષની હતી.
ડાયાબિટીસના કારણે 8 મહિનાથી ડાબી આંખની કોર્નિયામાં તકલીફ હતી ત્યારબાદ ઓક્ટોબર 2025માં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને નવી રોશની મળી.