રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે અપીલના કેસોનું ખાસ બોર્ડ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં 14 કેસોનું હિયરીંગ કરવામાં આવ્યું હતું. બોર્ડમાં વિંછીયા, બેડી, થોરાળા, પડધરી સહિતના જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના દબાણ, શેઢા તકરાર સહિતના અપીલના કેસોનું હિયરીંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે અપીલના પેન્ડીંગ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી આજના બોર્ડમાં માત્ર 14 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.