પડધરીની મહિલા અને તેનો પતિ અને 13 વર્ષની આગલા ઘરની પુત્રી સાથે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેની લાલપરી સોસાયટીમાં રહેતા તેના માતા-પિતાના ઘેર આવ્યા હતા. ત્યાં પુત્રીને મૂકી કામની તલાશમાં નીકળ્યા હતા તે દરમિયાન તેની પુત્રી ત્યાંથી લાપતા થઇ જતા તેની શોધખોળ કરી હતી, પરંતુ કંઇ પત્તો લાગ્યો ન હોવાનું તેમજ તેના દિયર પણ ગાંઠિયા બનાવવાનું કહી ઘેરથી નીકળ્યો હોય અને તે પણ લાપતા હોય તેની પર શંકા હોવાનું સગીરાની માતાએ પોલીસને જાણ કરતાં બી.ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ હયાત ન હોય મારે સંતાનમાં એક 13 વર્ષની પુત્રી છે. બાદમાં બીજા લગ્ન કર્યા હતા અને તેમાં એક સંતાનમાં પુત્રી રફાળિયા ગામે રહી કચરો વીણવાનું કામ કરતી હતી અને ત્યાંથી લજાઇ ચોકડીએ કારખાનામાં મજૂરીકામ મળતા ત્યાં કામે જતા અને ત્યાં જ રહેતા હતા ત્યાં કારખાને 13 વર્ષની પુત્રી આવતી હોય ત્યાંથી અમને છૂટા કરી દેવાતા રાજકોટ કામની તલાશમાં આવ્યા હતા અને મારા માતા-પિતાના ઘેર બે દિવસ રોકાયા હતા.
બાદમાં પડધરી અમારો સામાન લેવા ગયા હતા અને પુત્રીને નાના-નાનીના ઘેર મૂકી ગયા હતા ત્યારે રાત્રીના ફોન આવ્યો હતો અને તમારી પુત્રી કપડાં સીલાઇ કરવા જવાનું કહી ઘેરથી નીકળ્યા બાદ મોડે સુધી ઘેર આવી ન હોવાનું જણાવતા સગીરાની માતા સહિતના રાજકોટ આવી શોધખોળ કરી હતી. દરમિયાન તેને તપાસ કરતાં મારા નવા પતિનો ભાઇ પુત્રી ગુમ થયાના બીજા દિવસે ગાંઠિયા બનાવવા જવાનું કહી નીકળ્યા બાદ તેનો પણ કોઇ પત્તો ન હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.