શુક્રવારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં પૂર આવતા 13 લોકોના મોત થયા છે અને 20 યુવતીઓ ગુમ થઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ ટીમો હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
ટેક્સાસના કેરવિલે કાઉન્ટીના શેરિફ લેરી લેથાએ કહ્યું – અમને ખબર નથી કે વરસાદ ક્યારે બંધ થશે. મને લાગે છે કે તે સમાપ્ત થાય ત્યાં સુધીમાં મૃત્યુઆંક વધુ વધશે.
કેરવિલે નજીક આવેલ છોકરીઓનો સમર કેમ્પ, કેમ્પ મિસ્ટિક સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો હતો. ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પમાં રહેલા 700 બાળકોમાંથી મોટાભાગના બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે.
કેમ્પમાં વીજળી નથી અને ઘણા બાળકો હજુ પણ બચાવ ટીમોની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા આપવી મુશ્કેલ છે.