રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. 17થી 19ના ત્રણ દિવસમાં પ્લાસ્ટિક જપ્ત કરવા ચલાવવામાં આવેલી ડ્રાઇવમાં 147 ધંધાર્થી પાસેથી 13 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 36 હજારનો દંડ લેવાયો છે. સેન્ટ્રલ ઝોનમાં 51 આસામી પાસેથી 4.3 કિલો પ્લાસ્ટિક પકડી ગંદકી કરનારા પાસેથી રૂપિયા 10650, વેસ્ટ ઝોનમાં 53 ધંધાર્થી પાસેથી 6.3 કિલો પ્લાસ્ટિક પકડી રૂપિયા 14 હજાર, ઇસ્ટ ઝોનમાં 43 ધંધાર્થી પાસેથી અઢી કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 14 હજારનો વહીવટ ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી ડે.કમિશનર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી.