દેશભરના ગરીબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાય છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાયેલા 3,22,938 રેશનકાર્ડ ધારકો મળી કુલ 13,15,623 લોકોને ગત એપ્રિલ-2023થી ઓગસ્ટ-2024ના સમયગાળામાં 54,830 મેટ્રિક ટન ચોખા અને 43,248 મેટ્રિક ટન ઘઉંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલ-23થી માર્ચ-24 સુધીમાં 30,565 મેટ્રિક ટન ઘઉં અને 37,393 મેટ્રિક ટન ચોખા ગરીબોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 762.41 મેટ્રિક ટન તુવેરદાળ, 1,768 મેટ્રિક ટન ખાંડ, 2022 મેટ્રિક ટન મીઠું અને 571 ખાદ્યતેલના પાઉચ વાજબી ભાવે અપાયા છે. એપ્રિલથી ઓગસ્ટમાં 12,683 મેટ્રિક ટન ઘઉં, 17,437 મેટ્રિક ટન ચોખા, 627 મેટ્રિક ટન ખાંડ, 529 મેટ્રિક ટન મીઠું અને 278 લિટર ખાદ્યતેલના પાઉચનું વાજબી ભાવે અપાયાં છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણ યોજનાઓને ડિસેમ્બર-2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.