ગોંડલમાં આવેલ સહજાનંદનગરમાં રહેતો 13 વર્ષનો તરુણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ કોલેજ ચોક પાસે હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો. તરુણને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. સહજાનંદનગરમાં રહેતો 13 વર્ષનો તરુણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કોલેજ ચોક પાસે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બે સગીરે ઝઘડો કરી માર માર્યો હતો.
તરુણને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તરુણની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો, પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તરુણ ક્રિકેટ એકેડેમીમાં જાય છે અને માર મારનાર બંને સગીરે પૈસા માંગી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં પોલીસે પ્રથમ સત્યજીતસિહનું નિવેદન લીધા બાદ તેના પિતા મયુરસિંહ ઝાલાની ફરિયાદ લઇ એક સગીર, એક અન્ય મળી બે સામે ગુન્હો દાખલ કર્યો છે. પિતાએ જણાવ્યુ કે પુત્ર કોચિંગ ક્લાસમાં જતો હોય એક મહિનાથી સગીર તેને હેરાન કરી જાતિય સતામણી કરતો હતો.બે દિવસ પહેલા મારા પુત્ર ને માર માર્યો હતો.