13મીએ એઇમ્સના પદવીદાનમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવશે

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટના તબીબી વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો અભ્યાસપૂર્ણ થતા આગામી તા.13 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાનાર છે. તા.13 એપ્રિલે રાષ્ટ્રપતિ દિલ્હીના પાલમ એરપોર્ટથી સીધા જ હિરાસર આવશે બાદમાં મોટર માર્ગે એઇમ્સ પહોંચી દીક્ષાંત સમારોહમાં એક કલાક હાજરી આપી ગાંધીનગર જવા માટે રવાના થશે. રાષ્ટ્રપતિના આગમનને લઈ જિલ્લા વહીવટીતંત્ર તૈયારીઓ વ્યસ્ત બન્યું છે.

રાજ્યની પ્રથમ એવી રાજકોટ એઇમ્સમાં વર્ષ 2020ના પ્રથમ બેચના 50 વિદ્યાર્થીને પદવી એનાયત કરવા પદવીદાન સમારોહનું તા.13 એપ્રિલના રોજ આયોજન કરાયું છે. પ્રથમ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાઉ ગણપતરાઉ જાધવ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દિલ્હી પાલમ એરપોર્ટથી સીધા રાજકોટ હિરાસર એરપોર્ટ આવશે. બાદમાં મોટરમાર્ગે એઇમ્સ પહોંચશે જ્યાં એક કલાકના રોકાણ બાદ ગાંધીનગર જવા રવાના થશે, ચૂંટણી સમયે જ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આગમનને લઈ તંત્રની દોડધામ વધી જવા પામી છે.મહત્ત્વનું છે કે,પદવીદાન સમારોહમાં પ્રથમ બેચના તમામ તબીબોના માતાપિતાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *