સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 9 માસ બાદ પરીક્ષા ચોરોને સજા માટેની બેઠક મળી હતી. અગાઉ જેને EDAC (માલ પ્રેક્ટિસ ઇંકવાયરી કમિટી) એટલે કે, એક્ઝામિનેશન ડીસિપ્લિનરી એક્શન કમિટી કહેવામાં આવતી હતી જે હવે નવા સ્ટેચ્યુટ બાદ માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી તરીકે ઓળખવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી આ બેઠક નવ માસ બાદ મળી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને તેને કારણે આ બેઠક બે દિવસ ચાલવાની છે જેમાં આજે 124 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત વિગત મુજબ અહીં છેલ્લા નવ માસથી પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની બેઠક મળી રહી ન હતી, પરંતુ તાજેતરમાં જ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટરના સ્ટેચ્યુટનો ગેઝેટ બહાર પડતાંની સાથે જ આજે આ બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળી હતી. જેમાં છેલ્લા નવ માસ દરમિયાન અલગ અલગ કોર્સની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ચબરખી લઈને આવતા ઉપરાંત એક-બીજામાંથી કોપિકેસ કરતા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા. જોકે તેઓને સજાનુ એલાન આવતીકાલે કરવામાં આવશે.