રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ શાખા ત્રાટકી હતી અને વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી હતી. શહેરના 150 ફૂટ રિંગરોડ પરના વેદાંત ક્લાસિસ સહિત 12 મિલકત સીલ કરી દેવામાં આવી હતી. તો 15 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 5 નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતાં. આ રીતે કુલ 30.51 લાખની રીકવરી કરવામા આવી હતી.
શોપ નં. 410 સીલ કરવામાં આવી હતી. તો વેદાંત ક્લાસીસ પણ સિલ કરી દેવાયું હતું. આ જ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.5 સીલ કરાઈ હતી. વોર્ડ નં.3માં લોહાણા પરા મેઇન રોડ પર આવેલ 6 યુનિટને નોટીસ આપી રૂ.8.25 લાખની રીકવરી કરી હતી. જ્યારે આ જ વોર્ડમાં આવેલા મેરી ગોલ્ડ હાઓટ્સ વિંગ સી અને ડી ના નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.3.44 લાખ, વોર્ડ નંબર 5માં કુવાડવા રોડ પર આવેલા 1 યુનિટ પાસેથી રૂ.50 હજાર, પેડક રોડ પર આવેલ 1 યુનિટ પાસેથી રૂ.86,200, નવાગામ મેઇન રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.85 લાખની રિકવરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં.6માં સંત કબીર રોડ પર આવેલ 1 યુનિટ પાસેથી રૂ.1.13 લાખ, વોર્ડ નં.7માં ભક્તિનગર રોડ પર આવેલ 1 યુનિટ પાસેથી રૂ.3 લાખ, રજપુતપરામાં 1 યુનિટ પાસેથી રૂ.1.13 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 1 યુનિટ પાસેથી રૂ.1.24 લાખની વસૂલાત કરવામાં આવી હતી, તો અહીંના વર્ધમાન નગરમાં વેરો ન ભરતા 3 નળ કનેક્શન કાપવામાં આવ્યા, તો 1 નળ કનેક્શન કપાત કરતા રીકવરી રૂ.57 હજાર 465ની રિકવરી થઈ હતી.