12 જેટલી નોંધો-હક્ક ચોકસીના ઠરાવો રિવિઝનમાં લેવા આદેશ

રાજકોટ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી રેકર્ડની ચોરી કરી 17 બોગસ દસ્તાવેજ બનાવવાના ચકચારી કૌભાંડમાં કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસના આદેશ કરાયા હતા અને તેમાં 8 જેટલા દસ્તાવેજ શંકાસ્પદ જણાતા તેઓને તેની 12 નોંધ રિવિઝનમાં લેવા નોટિસો ફટકારવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગત ડિસેમ્બર મહિનામાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માંથી દસ્તાવેજી સાહિત્યની ચોરી કરી બીજા નામે રેકર્ડ ચડાવવાના કૌભાંડમાં સબ રજિસ્ટ્રારે હંગામી બે કર્મચારી અને એક વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ પ્રકરણમાં જયદીપ ઝાલા નામના સુપરવાઇઝરની ધરપકડ કરી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર હર્ષ સોનીની ધરપકડ કરી હતી. હર્ષ સોનીની પૂછપરછમાં પટાવાળા મનીષની સંડોવણી ખૂલતા તેની પણ ધરપકડ કરાઇ હતી. જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મનાતા કિશન ચાવડા હજુ પણ ફરાર છે.

કલેક્ટરના આદેશના પગલે પ્રાંત અધિકારી ચાંદની પરમારે તપાસ હાથ ધરી હતી જેમાં આઠ જેટલા દસ્તાવેજની 12 જેટલી નોંધો શંકાસ્પદ જણાતા આ નોંધો રિવિઝનમાં લેવા કલેક્ટરને રિપોર્ટ કરાયો છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આઠ જેટલી નોંધ રિવિઝનમાં લઇ જે તે પાર્ટીને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. કેસ ચલાવી કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *