28માંથી 11 મૃતદેહ પરિવારોને સોંપાયા

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખસની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરવામાં આવી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝ્યા હતા. જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરવામાં કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત જે જગ્યા પર TRP ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે. જ્યારે અત્યારસુધીમાં 11 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે વેલ્ડિંગ કરનારની પોલીસ અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *