રાજકોટમાં કોરોનાના વધુ 11 કેસ

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં વધુ 11 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજકોટમાં કોરોના કેસનો આંકડો 144 એ પહોંચ્યો છે. જૉકે તેમાંથી 83 દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે 58 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે, કોઠી કમ્પાઉન્ડમાં 40 વર્ષિય પુરુષ અને 34 વર્ષિય સ્ત્રી, ઓમ રેસીડેન્સીમાં 46 વર્ષીય પુરુષ, સાધુ વાસવાણી રોડ ઉપર 68 વર્ષીય પુરુષ, જલારામ 2 માં 36 વર્ષીય સ્ત્રી, અમૃત પાર્કમાં 6 વર્ષની બાળકી, ગોપાલ નગરમાં 39 વર્ષીય પુરુષ, જાગનાથમાં 22 વર્ષીય યુવતી, મણીનગરમાં 36 વર્ષની મહિલા, સાગર બંગ્લોઝમાં 11 વર્ષનો બાળક અને સતનામ હોસ્પિટલ પાસે 58 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ રાજકોટમાં કોરોના કેસનો આંકડો 144 એ પહોંચી ગયો છે. જોકે તેમાંથી અત્યાર સુધીમાં 83 દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે 58 દર્દીઓ સારવાર હેઠળ છે. આજના નવા કેસમાં માત્ર 6 વર્ષની બાળકીની ટ્રાવેલ હિસ્ટ્રી સારંગપુરની છે. બાકીના એક પણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કોરોનાના વધતા કેસ વચ્ચે સજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *