RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત

બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, નાસભાગ દરમિયાન 11 લોકો માર્યા ગયા હતા. 33 લોકો ઘાયલ થયા હતા, જે ખતરાથી બહાર છે.

સિદ્ધારમૈયાએ કહ્યું, “જ્યારે RCB ટીમ વિધાનસભા પહોંચી ત્યારે વિધાનસભાની બહાર એક લાખ લોકો એકઠા થયા હતા. વિધાનસભામાં ઉજવણી ચાલી રહી હતી, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ. સ્ટેડિયમની બહાર 3 લાખ લોકો એકઠા થયા હતા. અમને આટલી ભીડની અપેક્ષા નહોતી. કોઈએ આની અપેક્ષા નહોતી રાખી. અમે આ માટે તૈયાર નહોતા. દુર્ઘટનાએ જીતની ખુશીને માતમમાં બદલી નાખી.”

PM મોદીએ બેંગલુરુમાં થયેલી નાસભાગ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *