બોટાદના હડદળમાં ખેડૂત સભા સમયે થયેલા પથ્થરમારા બાદ ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રમેશ મેર સહિતના નેતાઓનો 108 દિવસના જેલવાસ બાદ રાજકોટ જેલમાંથી જામીન પર છૂટકારો થતા તેમનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રવીણ રામે ભાવુક થઈને કહ્યું કે, ભાજપ સરકારના ઇશારે અમારી ધરપકડ થઈ અને 108 દિવસ જેલમાં જવું પડ્યુ. મારા એક વર્ષના દીકરાનો પ્રથમ જન્મદિવસ ન ઉજવી શક્યો. મારા પરિવાર અને ખેડૂતોએ અનેક યાતનાઓ ભોગવી પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ અમે હિંમત હાર્યા નથી. કડદા પ્રથામાંથી મુક્તિ અપાવીને બહાર આવ્યા છીએ. 54 લાખ ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લા AAPના નેતા રમેશ મેરે કહ જેલમાં કેન્સર પીડિત ખેડૂત દર્દીને દવા ન આપવામાં આવી, કોઈના પરિવારમાં લગ્ન અટકી ગયા તો અન્ય ખેડૂતની પત્ની સગર્ભા હતી. આ રીતે અનેક પરિવારોએ ભાજપના ષડયંત્રના કારણે યાતનાઓ ભોગવી તેમ જણાવ્યું હતું.