રાજકોટ જિલ્લામાં એપ્રિલથી જૂન માસમાં રેશનકાર્ડના લાભાર્થીઓને 10,484 મેટ્રિક ટન ચોખા, 7089 મેટ્રિક ટન ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીના જણાવ્યાનુસાર એપ્રિલમાં 2581.22 મેટ્રિક ટન, મે માસમાં 3199.65 મેટ્રિક ટન અને જૂન માસમાં 1308.31 મેટ્રિક ટન ઘઉંનું વિતરણ કરાયું છે. જ્યારે એપ્રિલમાં 3821.98 મેટ્રિક ટન, મે માસમાં 4732.88 મેટ્રિક ટન અને જૂન માસમાં 1929.31 મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરાયું છે. આ સિવાય જૂન માસમાં 165.173 મેટ્રિક ટન તુવેરદાળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં કુલ 3,22,360 એન.એફ.એસ.એ. રેશનકાર્ડ અંતર્ગત 13,17,386 લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનો લાભ પણ મેળવે છે.