રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2021 અન્વયે તા.6/9થી તા.8/9 અને 3 દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.6/9થી તા.8/9 એમ 3 દિવસ દરમિયાન ત્રણ ઝોનમાંથી કુલ 139 આસામીઓ પાસેથી 10.315 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 37,450નો ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.