10 લાખ હાથ ઉછીના આપ્યાને કેસ ચાલુ થયો

રાજકોટ શહેરના બ્રહ્માણી હોલ પાછળ કોઠારીયા રોડ ઉપર રહેતા ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા નામના વેપારીને 10 લાખ હાથ ઉછીના આપ્યા અને એક લખાણ 100નાં સ્ટેમ્પ પેપર પર પક્ષકારો વચ્ચે કરવામાં આવ્યા હતા. આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત કરવાના હેતુથી 10 લાખનો પતિ-પત્નીના સંયુકત ખાતાનો ચેક આપ્યો હતો. ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડ ઇનસફીસીયન્ટ’નાં શેરા સાથે પરત ફરી તેથી ફરીયાદી વેપારીએ આરોપી વિરુદ્ધ રાજકોટની ફોજદારી કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ કરી હતી. જે ફરીયાદમાં બચાવપક્ષ દ્વારા લિમિટેશન તેમજ પ્રોમિસરી નોટની વિગતો અંગે ઘણી તકરારો લેવામાં આવી પરંતુ ફરિયાદ પક્ષે રજુ રાખેલ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ તેમજ મૌખિક દલીલોના આધારે ફરિયાદીનો કેસ પુરવાર માની ન્યાયાધીશ એમ.એમ.શુકલએ આરોપી ધવલભાઈ તાળાને બે વર્ષની સાદી કેદની સજા તેમજ 12,50,000 દંડ પેટે જમા કરાવવા તેમજ દંડ પેટે જમા કરાવેલ રકમમાંથી 6 ટકા વ્યાજ સહિત 10 લાખ વળતર તરીકે ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *