ગ્રામપંચાયતની ચૂંટણી પૂરી થતાં હવે આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે જિલ્લા પંચાયતમાં કારોબારી અને વિવિધ સમિતિની બેઠક મળશે. 10મીએ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં સૌથી વધુ બાંધકામ શાખાને લગતા કામોને મંજૂરી મળશે.
બેઠક 10મીએ સવારે 11.00 કલાકે, જિલ્લા પંચાયતના બિલ્ડિંગના સભા ખંડમાં મળશે. બાંધકામ શાખાને લગતા કામોમાં ન્યૂ આંગણવાડી નંદઘર બિલ્ડિંગ એટ વિલેજ અંતર્ગત રામોદ, પાંચતલાવડા, રાજપીપળા, આણંદપરનું ટેન્ડર મંજૂર થશે. આ સિવાય કડુકા-1 અને 2, કમળાપુર, પારેવાળાનું પણ ટેન્ડર મૂકવામાં આવશે.મોટે ભાગે આંગણવાડી અને નંદઘર બિલ્ડિંગના કામોને રજૂ કરવામાં આવશે.