સૌરાષ્ટ્ર-કચ્છના 1.61 લાખ રાશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં!

રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને દર મહિને રાહતભાવનો આપવામાં આવતો અનાજ-પુરવઠો નહીં લેતા સૌરાષ્ટ્ર-કચ્છના 1 લાખ 61 હજાર 225 રાશનકાર્ડ ધારકોના કાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યાં છે. જેને લીધે ગરીબ પરિવારોને અનાજ-પુરવઠો નહીં મળતા સમસ્યા ઊભી થઈ છે. જોકે પુરવઠા વિભાગના સૂત્રો જણાવે છે કે, ત્રણ માસથી વધુ સમયથી સસ્તા અનાજની દુકાનેથી પુરવઠો ન લેતા કાર્ડ ધારકોના જ રાશનકાર્ડ બ્લોક કરાયા છે.

રાજ્ય સરકાર દ્વારા એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકની કોઈ પણ ખરાઈ કર્યા વગર કાર્ડ બ્લોક કરી નાખવામાં આવ્યા છે. હવે આ કાર્ડ ચાલુ કરવા માટે રાશનકાર્ડ ધારકો જિલ્લા પુરવઠા કચેરી અને ઝોનલ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.

પુરવઠા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ મહિનાથી વધુ સમયથી સસ્તા અનાજની દુકાનેથી પુરવઠો નહીં લેતા કાર્ડ ધારકોના કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં પણ ગરીબ પરિવારોને રાહતભાવની ખાંડ અને તેલ મળ્યા ન હતા. આ ઉપરાંત દર મહિને મળવાપાત્ર જથ્થો પણ મળી શક્યો ન હતો. આથી ગરીબ પરિવારના તહેવાર બગડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *