1 ઓક્ટો.થી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ, ઉદ્યોગકારો-વેપારીઓને ફાયદો

એર ઇન્ડિયાએ વિન્ટર શેડ્યૂલ જાહેર કર્યો છે જેનો લાભ યાત્રિકોને દિવાળીના તહેવારો દરમિયાન મળશે. રાજકોટથી મુંબઈ માટેની ફ્લાઇટ 1 ઓક્ટોબરથી ફરીથી શરૂ થશે. સવારની ફ્લાઈટ શરૂ થતાં તેનો સૌથી વધુ ફાયદો રાજકોટના ઉદ્યોગકારો અને વેપારીઓને થશે.

એર ઇન્ડિયાની AI 2657 મુંબઈ-હિરાસર રાજકોટ એરપોર્ટ પર 10.50 કલાકે આવશે અને AI 2658 હિરાસર-મુંબઈ સવારે 11.30 કલાકે રાજકોટથી મુંબઈ જવા માટે ઉડાન ભરશે. આ શેડ્યૂલ 1 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રહેશે. 26 ઓક્ટોબર બાદ ફરીથી સવારે 8:30 મિનિટે મુંબઈ માટેની ફ્લાઈટ ઓપરેટ થશે.

આ ઉપરાંત રાજકોટવાસીઓને દિવાળી ભેટ રૂપે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 26 ઓક્ટોબર પછી રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઇટ ઉડાન ભરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *