હોળી-ધુળેટી પર્વને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજકોટનો પ્રદિપ ખોડાભાઈ ડાવેરા વર્ષ 2017થી આશીપ ક્રેડીટ કો.ઓપરેટીવ તથા સમય ટ્રેડીંગ નામથી સહકારી મંડળી ચલાવતો અને આ મંડળીમા રોકાણ કરવા અને તે રોકાણ ઉપર મસ મોટુ વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરીકોને લલચાવી સામાન્ય નાગરીકો દ્રારા આરોપીની મંડળીમાં કરવામા આવેલ કરોડોની રકમ પુર્વ આયોજીત કાવતરૂ રચી ઓળવી જઇ રાજકોટ શહેર, જુનાગઢ, ગોંડલ, ઓખા તથા વાંકાનેરના રોકાણકારો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી.

તેના વિરૂધ્ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ-2, પ્રધ્યુમનનગર, જામનગર બી ડીવીઝન પોલીસમાં 4 ગુના નોંધાયા હતા. તેમજ પેઢીમા રોકાણ કરનાર રોકાણકારો દ્રારા પ્રદીપ વિરૂધ્ધ જામનગર કોર્ટમા નેગોશીયેબલના 20 કેસ તથા રાજકોટ કોર્ટમા નેગોશીયેબલના 60 કેસ તથા ગોંડલ કોર્ટમા નેગોશીયેબલના 4 કેસ તથા વાંકાનેર કોર્ટમા નેગોશીયેબલના 20 કેસ તથા ઓખા કોર્ટમા નેગોશીયેબલના 6 કેસnતથા જુનાગઢ કોર્ટમા નેગોશીયેબલના 2 કેસ મળી નેગોશીયેબલના કુલ 112 કેસ દાખલ થયેલ છે.

પ્રદિપ ખોડાભાઇ ડાવેરાની ગોંડલ કોર્ટમાં મુદતે લઇ મુદત પુરી થયા બાદ મુદતેથી પરત ફરતા સમયે રસ્તામા ભરુડી ટોલનાકા પાસે આવેલ રામાઘણી હોટલ ખાતે જમવા રોકાયેલ તે વખતે કેદી પ્રદીપ ડવેરાને તેનો ભાઈ સંદીપ ત્યા મળેલ અને તે દરમ્યાન ત્યાથી નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં પ્રદીપ ડાવેરા ફરાર થઇ ગયો હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસમાં તા. 7 ફેબ્રુઆરી 2026ના રોજ ગુનો દાખલ કરી ફરાર પ્રદીપ ડાવેરા પુનામાં છુપાયો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે મહારાષ્ટ્ર રાજયના પુના ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *