હોમિયોપેથીના બે વિદ્યાર્થીનું રિસર્ચ STSHમાં પસંદ કરાયું

એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજના બે વિદ્યાર્થીઓના રિસર્ચ પ્રોપોઝલ એસ.ટી.એસ.એચ-2024 (શોર્ટ ટર્મ સ્ટુડન્ટશિપ ઓફ હોમિયોપેથી) માટે પસંદ થયા છે. આ યોજના સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ હોમિયોપેથી દ્વારા સંચાલિત છે. આ વર્ષે 1686 પ્રસ્તાવ દેશભરમાંથી મળ્યા હતા, જેમાંથી માત્ર 116 પ્રસ્તાવ પસંદ કર્યા છે.

આ પસંદગીમાં એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજના બે પ્રસ્તાવ પસંદ થયા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી 12 હોમિયોપેથી કોલેજમાંથી એક માત્ર કોલેજ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથી ફેકલ્ટીના આશરે 5 હજાર વિદ્યાર્થીમાંથી આર્કિન ડોબરિયા અને ઉદય ચંદારણા આ બંને વિદ્યાર્થીના પ્રસ્તાવ એસ.ટી.એસ.એચ.માં પસંદગી પામ્યા છે. શોર્ટ ટર્મ સ્ટુડન્ટશિપ ઓફ હોમિયોપેથી એ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રતિ ચિંતન અને કૌશલ્ય વિકસાવવાના માટેની સેલિબ્રેટેડ યોજના છે. જેમાં વિદ્યાર્થીઓને ફંડિંગ અને માર્ગદર્શન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *