હોટલ-રેસ્ટોરન્ટ હવે ગ્રાહકો પાસેથી ‘LPG ચાર્જ’ અથવા ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના ચાર્જ લઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ખાવાની કિંમત સિવાય બિલમાં ફક્ત સરકારી ટેક્સ જ ઉમેરી શકાશે.
LPG સંકટ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ તેના આદેશમાં જણાવ્યું છે કે હોટલ અને રેસ્ટોરન્ટે તેમના તમામ ઇનપુટ કોસ્ટને મેનૂમાં આપેલી કિંમતોમાં જ સામેલ કરવા પડશે.
જો કોઈ રેસ્ટોરન્ટ ગેસની વધતી કિંમતો અથવા અન્ય કોઈ ઓપરેશનલ ખર્ચનો હવાલો આપીને બિલમાં અલગથી ચાર્જ ઉમેરે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઓથોરિટી મુજબ, મેનૂમાં જે ભાવ લખેલો છે, ગ્રાહક ફક્ત તે જ અને તેના પર લાગતા ટેક્સ જ ચૂકવશે.