હોટલમાં નિવૃત શિક્ષક પાસે બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો, ફોટા-વીડિયો ઉતારી 12 લાખ પડાવ્યા

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપની જાળમાં ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયા ખંડણી પડાવવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નિવૃત શિક્ષકને જમીન બતાવવાનાં બહાને રાજકોટ બોલાવ્યા હતા. બાદમાં તેને હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો હતો. અને તેના ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનું શરૂ કરી રૂ. 40 લાખની માંગ કરી હતી.

જોકે ત્યારબાદ રૂ. 12 લાખ આપવાનું નક્કી થતા શિક્ષકે રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે આરોપીઓને ફરી વધારે રૂપિયાની માંગ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીઓમાં નિલેશ ઝુંઝા, પાયલ પરસાણા અને તેજલ ટિંડાણીનો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી ગુનામાં વપરાયેલા સાધનો કબજે કરવાની અને અન્ય ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

બોટાદ ખાતે રહેતા 59 વર્ષીય નિવૃત્ત શિક્ષક બટુક પટેલ ગત 31 ઓક્ટોબર 2025ના રોજ પોતાની સેવામાંથી નિવૃત્ત થયા હતા. જીવનભરની મૂડી અને નિવૃત્તિ બાદ મળેલી રકમમાંથી તેઓ સારી જમીન ખરીદવા ઈચ્છતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક પાયલ પટેલ નામની મહિલા સાથે થયો હતો. પાયલ અને શિક્ષકની પ્રથમ મુલાકાત અંદાજે એક વર્ષ પૂર્વે બોટાદમાં એક શાળાના કાર્યક્રમ દરમિયાન થઈ હતી. પાયલે પોતાની ઓળખ જમીન-મકાન લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ તરીકે આપી હતી અને મીઠી-મીઠી વાતો કરીને શિક્ષકનો વિશ્વાસ જીતી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *