હેરીટેજ વીકની થીમ પર ચિત્ર સ્પર્ધા

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ ક્લચરલ હેરિટેજ (ઈનટેક ) જામનગર ચેપ્ટર દ્વારા તા. 18 એપ્રિલ 2023થી 25 એપ્રિલ 2023 સુધી વર્લ્ડ હેરિટેજ વિકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરીકો જોડાયા હતાં. આ ચિત્ર સ્પર્ધામાં જનરલ કેટેગરી, શાળા વિભાગ તેમજ કોલેજ વિભાગ મળી ત્રણ કેટેગરીમાં યોજવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગ સ્વરૂપે જામનગર ચેપટર દ્વારા એક ઓપન જામનગર -દેવભૂમિ દ્વારકા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં જામનગર-દેવભૂમિ દ્વારકાના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો એમ કુલ 165 જેટલી નોંધણી થયેલ, જેમાંથી 76 સ્પર્ધકોએ A3 સાઈઝના પેપરમાં ચિત્ર રજુ કર્યા હતાં. જામનગરના સિનિયર કલાકાર અને નિર્ણાયકો દ્વારા સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા હતાં. જેમાં શાળા વિભાગમાં પ્રથમ હિર સોનૈયા-જામખંભાળિયા, દ્વિતીય જીયા રાબડીયા-સત્યસાઈ વિદ્યા મંદિર જામનગર તથા તૃતીય ભક્તિ વોરા-ભવન્સ શાળા જામનગર તેમજ કોલેજ વિભાગમાં ધ્રુવીકાબા જાડેજા ડીકેવી કોલેજ, ઓપન કેટેગરીમાં પ્રથમ યેશા કુંજ શાહ, દ્વિતીય ઇન્દુલાલ સોલંકી તેમજ તૃતીય માધવી મયુર મોનાણી જાહેર થયા હતાં.

સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આનંદ શાહ, ઉષા શાહ, પ્રેક્ષા ભટ્ટ તથા સ્નેહા સુમારિયાએ સેવા આપી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ટેક સેક્રેટરી યાશીકુમારી જાડેજાએ કરી હતી. સોશિયલ મીડિયા તેમજ ઓનલાઇન ફોર્મ માટે ધ્વનિ જાડેજા, સંજય જાની તથા નિલેશભાઈ દવે, રિમાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી અને દરેક ભાગ લેનારને ઓનલાઇન સિર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *