ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. ત્યારબાદ ઈરાનના રસ્તાઓ પર લોકો માતમ મનાવતા જોવા મળ્યા હતા. લોકોએ ‘ડેથ ટુ અમેરિકા’ અને ‘ડેથ ટુ ઈઝરાયેલ’ના નારા લગાવ્યા અને જવાબી કાર્યવાહીની માંગ કરી.
ભારતમાં પણ શિયા સમુદાયના લોકો ખામેનેઈના મોતના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રીનગર, લેહ, લખનૌથી પ્રદર્શનની તસવીરો સામે આવી છે. જોકે અમેરિકા અને ઈરાનના કેટલાક વિસ્તારોમાં લોકોએ આ સમાચાર પર ઉજવણી પણ કરી હતી.
જુઓ અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પર હુમલાથી લઈને ખામેનેઈના મોત અને મિડલ ઈસ્ટમાં બગડતી સ્થિતિની સંપૂર્ણ VIDEO ટાઈમલાઈન.