વિશ્વની સૌથી લોકપ્રિય IPL 2026ની લીગનો 28 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલમાં IPLની તમામ ટીમો સારા પ્રદર્શન માટે કમરકસી રહી છે. નવી સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરા અને કેપ્ટન શુભમન ગીલે ટુર્નામેન્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું હતું.
હું ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિરુદ્ધ: કેપ્ટન ગિલ કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ આશિષ નેહરા વચ્ચેની વાતચીત દરમિયાન ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમને 2027 સુધી ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. ભાસ્કરના પ્રશ્નનો જવાબ આપતા કેપ્ટન ગિલે કહ્યું, “વ્યક્તિગત રીતે, મને લાગતું નથી કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હોવો જોઈએ.”
તેમણે પોતાના મતને સમજાવતા જણાવ્યું કે ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, અને મેચમાં એક વધારાનો બેટ્સમેન ઉમેરવાથી રમતની કુશળતા પર અસર પડે છે. કારણ કે મેચ રમવા માટે એક ચોક્કસ કૌશલ્ય જરૂરી હોય છે.
આ ઉપરાંત, પિચની પરિસ્થિતિઓ પણ ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો રહી. કોચ નેહરા, જે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર છે, તેમણે કહ્યું કે તેઓ પોતાની પસંદગી મુજબની પિચ તૈયાર કરવા માંગે છે, પરંતુ દુર્ભાગ્યે એવું શક્ય નથી.