હીરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન ડિપાર્ચર-ઇન્ટરનેશનલ અરાઇવલ સહિતનાં કાઉન્ટર તૈયાર

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસની ગતિ તેજ બનશે.

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12 તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *