રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા અને આવારા તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે ત્યારે લુખ્ખા તત્વોને બાનમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવા સૂચના આપતા આજ રોજ વધુ એક હિસ્ટ્રીશીટરના ગેરકાયદે ખડકાયેલા ઘર પર બૂકડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં આજે સાંજના સમયે રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૂખડિયાપરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા બનાવવામાં આવેલ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
રાજકોટ મનપા તેમજ PGVCL તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા નામચીન હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજેશ ઉર્ફે ડેનિયા વિરુદ્ધ પ્રોહીબિશન, મારામારી, એટ્રોસિટી સહિત અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ અગાઉ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પુરપાટ ઝડપે વાહન ચલાવતા યુવાને કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું રાજકોટના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં પુરપાટ ઝડપે વાહન ચલાવતા ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. યુવરાજ પરસોતમભાઈ પરમાર (ઉ.વ.18), રોહિત મુરજીભાઈ પરમાર (ઉં.વ.30) અને એક સગીર ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ રોહિતના સ્પલેન્ડર બાઈક પર નીકળ્યા હતા. તેઓ કાલાવડ રોડ મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે પહોંચતા બાઈક કાબુમાં ન રહેતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેમાં ત્રણેય ઘવાયા હતા.
આ દરમિયાન અન્ય કોઈ રાહદારીએ 108માં ફોન કરતા 108 મારફત ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રોહિત અને તેના ભત્રીજા યુવરાજને ગંભીર ઈજા હોવાના કારણે ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. જ્યારે વિવેકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. રોહિત કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે કાર શો-રૂમમાં કાર કોટિંગનું કામ કરે છે. ગઈકાલે રાત્રે શો-રૂમ બંધ થયા બાદ તે ભત્રીજા યુવરાજ અને મિત્ર વિવેક સાથે નાસ્તો કરવા માટે રેસકોર્સ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ ત્રણેય સારવાર હેઠળ છે.