હિમાચલ-ઉત્તરાખંડ અને દિલ્હીમાં ખાબકેલા ભારે વરસાદ અને ભૂસ્ખલની બનેલી ઘટનાને પગલે આ વિસ્તારમાં જનજીવન ખોરવાઈ જવા પામેલ છે.તેની સાથોસાથ ચાર ધામની યાત્રાએ ગયેલા અનેક યાત્રાળુઓ ફસાઈ ગયા છે. રાજકોટ શહેર જિલ્લાના જે યાત્રાળુઓ ફસાયા હોય તેમના માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે.રાજકોટ (શહેર) તથા રાજકોટ જિલ્લાના કોઇ વ્યક્તિઓ ઉક્ત રાજ્યોમાં ફસાઇ ગયેલા હોય તો તેની જાણ રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, રાજકોટના ટેલીફોન નંબર 0281-2471573 અથવા 1077 પર સંપર્ક કરવા, જણાવાયું છે.અહી એ પણ ઉલ્લેખનીય છે કે હિમાચલ ભારે વરસાદ અને ભૂસ્ખલની ઘટનામાં દેશના અનેક રાજયોના યાત્રાળુઓ ફસાય ગયા છે. ત્યારે રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યકિતઓ ઉપરોકત રાજયોમાં ફસાયેલી હોય તો તેની જાણ જિલ્લા વ્યવસ્થાપન કેન્દ્ર કલેકટર કચેરીના ઉપરોકત ફોન નંબર પર કરવા જણાવાયું છે.