હિટ એન્ડ રન કેસમાં સાઉથ એક્ટરની ધરપકડ

કેરળના તિરુવનંતપુરમમાં ગુરુવારે થયેલા એક માર્ગ અકસ્માતના કેસમાં મલયાલમ એક્ટર અને પ્રોડ્યુસર મણિયન પિલ્લા રાજુની પોલીસે ધરપકડ કરી હતી. આ અકસ્માત તેમની કાર અને એક બાઇક વચ્ચે થયો હતો. જોકે, કેસ નોંધાયા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

ઘટનાના CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે, ગુરુવારે રાત્રે રાજુની કાર રસ્તા પર આવી રહી હતી, ત્યારે સામેથી આવતી બાઇક તેની સાથે અથડાઈ. વીડિયોમાં બાઇક પર સવાર બે યુવકો હવામાં ઉછળીને રસ્તા પર પડતા જોવા મળ્યા.

ANI મુજબ, કેરળ પોલીસે રાજુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસનું કહેવું છે કે, અકસ્માત સમયે કાર એક્ટર જ ચલાવી રહ્યા હતા અને ટક્કર બાદ તે ઘટનાસ્થળે રોકાયા ન હતા.

આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે શહેરના વઝુથાકૌડ વિસ્તારમાં ત્રિવેન્દ્રમ ક્લબ સામે થયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો, સૂરજ અને નિદેવને ઇજા પહોંચી હતી. બંનેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂરજના પગ અને ખભામાં ઈજા થઈ છે, જ્યારે નિદેવને ગરદન અને પગમાં ઈજા થઈ છે. કેસ નોંધાયા બાદ મણિયન પિલ્લા રાજુને મેડિકલ ટેસ્ટ માટે તિરુવનંતપુરમ જનરલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *