હાર્ટ એટેકથી યુવકનું મોત નીપજ્યું

બહાદુર ખત્રી (ઉં.વ.30) સવારે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે કાર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. ખેમ બહાદુર બે ભાઈમાં નાનો હતો તે એપાર્ટમેન્ટમાં ચોકીદારનું કામ કરતો ઉપરાંત કાર સાફ કરવાનું કામ પણ કરતો હતો નેપાળી યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યું છે.

પતંગ લૂંટવા જતા 11 વર્ષનો બાળક છાપરા પરથી જમીન પર પટકાયો સલમાન યુનુસભાઈ શેખ (ઉં.વ.11) આજે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પહેલા માળ જેટલી ઊંચાઈના છાપરા પરથી પડી જતા પગે, શરીરે, મોઢે ઇજા પહોંચી હતી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનના પિતા મજૂરી કામ કરે છે. સલમાન કટ થયેલી પતંગને લૂંટવા માટે તેના ઘર નજીકની શેરીમાં આવેલા એક મકાનના છાપરા ઉપર ચડ્યો હતો અને ત્યાંથી જમીન પર પટકાયો હતો હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *