હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

હાથમાં રિવોલ્વર રાખી બાઇક પર ત્રિપલ સવારી જતા ત્રણ બદમાશોનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ત્રણેય શખ્સો બાઇક પર દિવસ દરમિયાન વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતા દેખાય છે. વીડિયો 3-4 દિવસ પહેલાનો હોવાની વાત સામે આવી રહી છે.

હાથમાં રિવોલ્વર રાખી ત્રણ શખ્સો ​​​​​​​બાઇક ફરતા હોય તેવો વીડિયો વાયરલ
​​​​​​​વેસુ વીઆઇપી રોડ પર બાઇક પર ત્રિપલ સવારી જતા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર હતી. જાણે બદમાશો હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જતા હોય એવી આશંકા લાગી રહી છે. આ વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. બાઇકની પાછળની નંબર પ્લેટ પણ ન હતી. ત્રણ શખ્સો બાઇક પર બેસી વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થાય છે.

ત્યારે જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં આ વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં બાઇક પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર છે. પાછો તે શખ્સનો ચહેરો કેમેરામાં આવી ન જાય તે માટે તેણે ટી-શર્ટમાં આવતી ટોપી માથા પર પહેરી દીધી હતી. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.સી.વાળા સાથે વાત કરી હતી. તેઓએ આ વીડિયોની તપાસ કરાવી લેવાની વાત કરી છે. રિવોલ્વર રાખીને ફરતા શખ્સની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. સાથે આ રિવોલ્વર ક્યાથી લઈ આવ્યો તેની પણ તપાસ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *