હાથમાં ગીતા અને માથે ઓઢી રીવાબાએ શપથ લીધા

17 ઓક્ટોબરે વિધિવત્ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જ્યારે 19 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, જોકે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય રીવાબા જાડેજાને મહિલા અને યુવા નેતા તરીકે મંત્રીમંડળમાં સામેલ કરાયાં છે.

મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં રીવાબા જાડેજા પારંપરિક પહેરવેશ અને ક્ષત્રિય દીકરી તરીકે માથે ઓઢીને હાથમાં ગીતા રાખી શપથગ્રહણ કર્યા હતા. આ દરમિયાન ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પરિવાર સાથે હાજર રહ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં રીવાબાનો આ પારંપરિક લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

તો બીજી તરફ જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. હાલ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં હર્ષ સઘંવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઊઠ્યા હતા. કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *