શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેન્ક મેનેજરને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.56 લાખ પડાવવાના મામલામાં સાયબર ક્રાઇમની ટીમે સાત શખ્સને ઝડપી લઇ બેને રિમાન્ડ પર લીધા હતા, આ મામલામાં સેન્ટ્રલ આઇબીની ટીમે ઝંપલાવ્યું હતું અને રિમાન્ડ પર રહેલા બંને આરોપીની ચાર કલાક બંધબારણે પૂછપરછ કરી હતી.
નિવૃત્ત બેન્ક મેનેજર મહેન્દ્રભાઇ મહેતાને પોલીસ અધિકારીના નામે ફોન કરી 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂ.56 લાખ તેમની પાસેથી પડાવવામાં આવ્યા હતા, આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે જૂનાગઢના મહેક ઉર્ફે મયંક નીતિન જોટાણિયા, હિરેન મુકેશ સુબા, અમદાવાદના રિઝવાન ઇસાકખન પઠાણ, રાધનપુર પંથકના પરેશ ખોડા ચૌધરી તેના ભાઇ કલ્પેશ ચૌધરી, કમ્બોડી ગામના વિપુલ લાભુ દેસાઇ અને ઇડરના ભદ્રેશર ગામે રહેતા વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી હતી.