હવાઈ યાત્રા દરમિયાન ગરમ કપડાં-ગરમ પાણી પીવો અને સેનિટાઇઝરનો સતત ઉપયોગ કરો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાની ઠંડીનું આગમન થતાં દેશભરમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પણ સવાર અને રાત્રિના સમય દરમિયાન ઠંડીનો તીવ્ર અનુભવ થવા લાગ્યો છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોના આરોગ્યને પ્રાથમિકતા આપતાં રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સત્તાવાળાઓએ વિશેષ શિયાળુ હેલ્થ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મુસાફરોને પોતાની મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવા મહત્ત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે.

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેમાં યાત્રિકોને જણાવાયું છે કે, શિયાળામાં મુસાફરી દરમિયાન સ્વસ્થ રહો! રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફથી વિનંતી છે કે ગરમ કપડાં રાખો, ગરમ પાણી પીવો, રોગપ્રતિકારક શક્તિ વધારશો.

વિમાનમથક પર વધતી ઠંડી, ભેજ અને હવામાં રહેલા વાઇરસના પ્રભાવને ધ્યાનમાં રાખીને મુસાફરોને ગરમ કપડાં પહેરવાની, ખાસ કરીને લાંબી મુસાફરી કરતા લોકો અને બાળકો–વૃદ્ધોને વધારે કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. શિયાળામાં ડિહાઇડ્રેશનનો ખતરો વધતો હોવાને કારણે એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને ગરમ પાણી પીવાનું ચાલુ રાખવા અને શરીરમાં પાણીનું સ્તર જાળવવાની વિનંતી કરી છે.

ફ્લૂ, કફ–ખાંસી, ઠંડ–તાવ જેવા શિયાળાના સામાન્ય રોગચાળો મુસાફરી દરમિયાન વધુ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી મુસાફરોને ફ્લૂ સંબંધિત તમામ તકેદારીઓનું પાલન કરવાની અને જો કોઈ ફલૂના લક્ષણો હોય તો માસ્કનો ઉપયોગ કરવો તથા અન્ય મુસાફરો સાથે ઓછો સંપર્ક રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *