ફાસ્ટ બોલર હર્ષિત રાણા T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયો છે. 4 ફેબ્રુઆરીએ નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ડૉક્ટર સાથે પરામર્શ અને સ્કેન બાદ, BCCI મેડિકલ ટીમે તેને ટુર્નામેન્ટ માટે અયોગ્ય જાહેર કર્યો.
હર્ષિતના સ્થાને ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિરાજ 556 દિવસ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. તેણે છેલ્લે 30 જુલાઈ, 2024ના રોજ શ્રીલંકા સામે T20 મેચ રમી હતી.
ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે પોતાની પહેલી મેચ રમશે.